૪.તુક્કો સમર્પણ બંગલોની આજની સવાર થોડી દુઃખદ હતી. કોઈનાં ચહેરાં પર કોઈ જાતનું નૂર જોવાં મળતું ન હતું. બધાં આરતી બાદ ડાઇનિંગ ટેબલ તરફ જવાને બદલે હોલમાં સોફા પર ગોઠવાયાં. આમ તો ઘરનાં બધાં સભ્યો હાજર હતાં. પણ નિખિલ ક્યાંક ગાયબ હતો. એવામાં જ રોહિણીબેન અચાનક જ રડવા લાગ્યાં. માધવીબેન એમને શાંત કરાવવામાં લાગી ગયાં. એમણે પાણીનો ગ્લાસ લાવીને રોહિણીબેનને આપ્યો. એમણે એક ઘૂંટ પાણી પીધું નાં પીધું, ત્યાં જ જગદીશભાઈના મોબાઈલની રિંગ વાગી. બધાંનું ધ્યાન એ તરફ દોરવાયુ. "હાં, કોઈ જાણકારી મળી?" જગદીશભાઈએ તરત જ કોલ રિસીવ કરીને પૂછ્યું. સામે છેડેથી જાણે નકારમાં જવાબ આવ્યો હોય, એમ એમનું મોઢું