પ્રેમ - નફરત - ૩૪

(30)
  • 4.5k
  • 1
  • 3.1k

પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૩૪કિરણ એ જાણવા ઉત્સુક હતો કે આરવના લગ્ન કોણ રોકી શકે છે? લખમલભાઇનો જવાબ મળી ગયો હતો. એમણે આરવના રચના સાથેના લગ્ન સામે કોઇ વાંધો- વિરોધ વ્યક્ત કર્યો ન હતો. આરવના લગ્ન કોઇ સામાન્ય છોકરી સાથે થાય એની સામે પોતાને અને ભાઇ હિરેનને વાંધો હતો. કેમકે જો કોઇ પૈસાદાર બાપની છોકરી સાથે લગ્ન થાય તો મિલકતમાં ભાગ વધુ પડી શકે નહીં. સામાન્ય ઘરની છોકરી હોવાથી એ કંઇ લઇને આવવાની નથી અને કંઇ આપવાની નથી.હિરેન કંઇ જવાબ આપતો ન હતો એટલે કિરણ અકળાયો:'ભાઇ, તું કંઇ કહેતો હતો...ખરેખર એવું કોઇ છે જે આરવના રચના સાથેના લગ્ન