કનેક્શન-રૂહ સે રૂહ તક - 2

(16)
  • 4.6k
  • 3k

૨.સપનાની લડાઈ અમદાવાદનાં પોશ વિસ્તારમાં આવેલાં સમર્પણ બંગલોમાં એક કર્ણપ્રિય આરતી ગુંજી રહી હતી, "જય શિવ ઓંકારા, ભજ જય શિવ ઓંકારા, બ્રહ્મા વિષ્ણુ સદાશિવઅર્ધાંગી ધારા, ૐ હર હર હર મહાદેવ" આ અવાજ આ બંગલાની અંદર રહેતાં માધવીબેનનો હતો. સમર્પણ બંગલોની રોજની સવાર એમનાં સુમધુર કંઠે ગવાયેલી મહાદેવની આરતીથી જ પડતી. "અરે બાપ રે, આજે પણ મોડું થઈ ગયું." માધવીબેનનો અવાજ કાને પડતાં જ નિખિલ પોતાની રજાઈ હટાવીને ઉભો થયો. એ તરત જ વૉર્ડરોબમાંથી કપડાં કાઢીને બાથરૂમ તરફ ભાગ્યો. ન્હાયા પછી પોતાનાં કાળાં વાળને જેલથી સેટ કરીને એ પોતાની ભૂરી આંખોમાં થોડાં ડર સાથે ફટાફટ સીડીઓ ઉતરતો નીચે આવ્યો. એ તરત