ફરી પાછું તેને યાદ આવ્યું કે આ તો અહીં ઝૂંપડપટ્ટીનો લોકલ માણસ લાગે છે. એટલામાં પીછો કરી રહેલા ગાર્ડે દરવાજે પોતાને તાકી રહેલ ઓહડિયાવાળાને જોયો એટલે તત્કાલ તેના દિમાગમાં યોજના ઘડાઈ ગઈ. તે જાણે કોઇનું ઘર શોધતો હોય તેમ એક ખુલ્લી ખડકીમાં ઉભેલા બહેનને ખોટે ખોટું નામ લઈને સરનામું પૂછવા લાગ્યો. આવી રીતે સરનામું પુછી રહેલ ગાર્ડને જોઈને પેલા ઓહડિયાવાળાની શંકા દૂર થઈ ગઈ. તેને લાગ્યું કે આ કોઇનું ઘર ગોતી રહ્યો લાગે છે.તેણે ખડકી અંદરથી બંધ કરી દીધી. સરનામું પુછી રહેલ ગાર્ડ પેલા બેનને મૂંઝાયેલા જ છોડીને પાછો રોડ તરફ ચાલવા લાગ્યો. રોડે ઇન્તજાર કરી રહેલા ગાર્ડ અને સાહેબને