શ્રી મેલડી મા મંદિર – કડી, મહેસાણા ભાગ-૧ મિત્રો આજે આપણે ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલ કડીના મેલડીમાના ઇતિહાસ વિશે વાત કરીશું. તે પછી મહેસાણામાં આવેલ તેમના મંદિરની મુલાકાત લઇશું. કડીનો ઇતિહાસ આશરે ૧૫૦ વર્ષ જૂનો છે. એ વખતમાં કડી શહેર એક રજવાડું હતું. તે સમયમાં વડોદરાના ગાયકવાડોનું શાસન ચાલતું હતું ને ત્યારે કડીમાં રાજા તરીકે વડોદરાના ખંડેરાવ ગાયકવાડના નાના ભાઇ મલ્હારરાવ ગાયકવાડની નિમણૂક કરેલી. મલ્હાર રાવ સ્વભાવે ખૂબ જ ક્રોધી હતો અને નાસ્તીક પણ હતો. આખો દિવસ જાહોજલાલી અને મોજશોખમાં સમય પસાર કરતો. તેને શિકાર કરવાનો શોખ હતો. એક દિવસ આ મલ્હાર રાવ પોતાના શહેરના સિપાઇઓને લઇને વગડામાં શિકાર