પ્રેમ - નફરત - ૩૧

(39)
  • 6k
  • 5
  • 4.1k

પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૩૧લખમલભાઇનો અવાજ સાંભળી હિરેન અને કિરણ ઊભા થઇ ગયા. હિરેન બોલ્યો:'આવો પપ્પા! ખિચડી તો આજે મમ્મીએ સરસ બનાવી હતી પણ રાયતું ફેલાવાની જે વાત છે એની ચિંતા કરી રહ્યા છે...!'લખમલભાઇ હિન્દી કહેવત 'રાયતા ફૈલાના' નો અર્થ સારી રીતે સમજતા હતા. હિરેને એમને ખિચડીની વાતે પણ ક્લીન બોલ્ડ કરી દીધા હતા. છતાં એમણે પણ વાતને હળવાશથી લીધી હતી એટલે ખોટું લગાવ્યા વગર ગંભીર થઇ બોલ્યા:'કંપનીની કોઇ ચિંતાની વાત છે?''હા પપ્પા, 'ઓલ ઇન વન મોબાઇલ' કંપનીના નામની જ નહીં આપણા પરિવારના નામની પણ ચિંતા ઊભી થઇ છે. આરવ વિશે અમે જે વાત સાંભળી છે એ કદાચ