ક્ષિતિજ...ગાથા વિરહથી મિલન સુધીની... - ભાગ 31 - છેલ્લો ભાગ

(16)
  • 3.6k
  • 2
  • 1.5k

તારા લીધે મારી મા મારાથી દૂર થઇ ગઈ. તારી ભૂલ તેના મગજ ઉપર હાવી થઇ ગઈ હતી. બસ એવું જ હું કંઈક તારી દીકરી સાથે કરવા માંગતો હતો... વધુમાં પૈસા એટલે વચ્ચે આવ્યા કે મારે તને ધૂળ ચટાવી હતી.. યાદ છે ને !!! તે મારી મા ઉપર ગરીબીનું સ્ટીકર ચીપકાવેલું.." એજ કરડાકી ભરેલું હાસ્ય અને કરચલીવાળા કપાળે પ્રસરતું તિલક, શક્તિસિંહને વધારે ભયાનક બનાવી રહ્યું હતું.છેલ્લી વાર જોઈલે તારી દીકરીને એમ કહી શક્તિસિંહ રાશિને મારવા એની તરફ પોતાની બંદૂક તાકી ટ્રિગર દબાવવા જતો હતો ત્યાંજ અનુરાગે સમય સુચકતા દેખાડતા પોતાના પગેથી શક્તિસિંહને ધક્કો મારતા તે દીવાલ સાથે અથડાયો અને તેના હાથોમાંથી