રૂમ નંબર 25 - 10

  • 2.8k
  • 1
  • 1.2k

પ્રકરણ 9માં તમે જોયું કે, પલ્લવીના પાર્થિવ દેહ સાથે ભાગ્યોદયે અંતે લગ્ન પૂર્ણ કર્યા. હવે પ્રકરણ 10માં આગળ જોઈએ.***આજે રૂમ નંબર પચ્ચીસ ફરતી લાઈટો હતી અને તે રૂમ આખો ફૂલોથી સજી ધજીને તૈયાર હતો. બારી પાસે એ જ કબુતર બેઠેલું હતું. બહાર ચાંદની રાતના લીધે રૂમની અંદર સફેદ પ્રકાશ પડી રહ્યોં હતો. તે રોશની રૂમને વધું સુંદર બનાવી રહ્યો હતો.“સંસ્કાર અને પ્રેમ બંનેનું મિલન બવ અઘરું છે નય!” ભાગ્યોદય બોલ્યો. તેની વાત સાંભળીને આરોહી અને પલ્લવી શરમાઈ રહી હતી. ઘુંઘટ તેના માથા પર મુકેલો હતો.“હું તો આ દુનિયાનો સૌથી ખુશ નશીબ વ્યકિત છું. જેને આજે અદ્ભૂત પ્રેમ મળવાનો છે. હુરેરે...રે..”