તલાશ 2 - ભાગ 3

(46)
  • 5.5k
  • 2
  • 3.5k

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે. જીતુભા સ્તબ્ધ થઈને ઉભો હતો. એને કઈ સુઝકો પડતો ન હતો. એકાદ મિનિટ વિચારી એણે ચાર્લીને કહ્યું "તું મારી સાથે ચાલ,માઈકલ ના ઘરે." અને વિલિયમના સાથી 2 પોલીસ વાળાને કહ્યું. "તમે અહીં તપાસ કરો મારે માઈકલના ઘરે જવું પડશે. એની દીકરીનો જીવ જોખમમાં છે. " "હું વાયરલેસ થી જણાવું છું પોલીસ ડિપાર્ટમેન્ટ એની હેલ્પમાં પહોંચશે." 2 માંથી જે સિનિયર હતો એણે કહ્યું. એ માઈકલ અને સિન્થિયાનો પરિચિત હતો. "થેન્ક્યુ." કહી જીતુભા ચાર્લીએ ચાલુ કરેલી કારમાં બેઠો. અને પછી સિન્થિયાને