પ્રેમ - નફરત - ૨૯

(36)
  • 5.3k
  • 4
  • 3.9k

પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૨૯રચનાએ રિક્ષા ઊભી રાખી ત્યાં સંજના ઊભી જ હતી.'ચાલ જલદી...મને ભૂખ લાગી છે. તું વાતો કરજે અને હું ખાતી રહીશ!' કહી સંજના એનો હાથ પકડી એક ચાઇનીઝ રેસ્ટોરન્ટમાં દોરી ગઇ.સંજનાએ ઓર્ડર આપીને કહ્યું:'જલદી કહે શું થયું?'રચનાએ વેઇટરને બોલાવ્યો અને બે આઇસ્ક્રીમનો ઓર્ડર આપી સંજનાને કહ્યું:'મેં તને કહ્યું હતું ને કે લગ્નની શરણાઇ જલદી વાગશે! એ ખુશીમાં પહેલાં આઇસ્ક્રીમ ખાઇએ...''વાહ! તું તો ખરેખર જાદૂગરની લાગે છે. શું જાદૂ કરી દીધો છે આરવ પર...' સંજના ખુશ થઇને બોલી.'મારી વાતો, મારા નખરાં અને આંખોમાં એના માટેનો છલકાતો પ્રેમ એના પર જાદૂ કરવા માટે કાફી હતા. તને ખબર