શિવા ની તેજુ...એક અનોખો પ્રેમ

  • 2.9k
  • 1k

શિવા ની તેજુ...એક અનોખો પ્રેમ અમારાં ફેરા અત્યારે ચાલું હશે કે પૂરા થઇ ગ્યાં હશે? ચાલું હશે. ભાભી કે'તા તાને કે બપોર ચઢે ફેરા ચાલું થશે. પાનેતરમાં કેવી લાગતી હશે મારી તેજુ?? અ રે રે... પોતાની વહુનું નામ આમ મોઢે નાં લેવાય. કોઈ સાંભળી તો નથી ગ્યું ને... નહીં તો ખિલ્લી ઉડાવશે એમ વિચારી શિવો ચોતરફ જોવા લાગે છે. અ રે... પણ હું ક્યાં મોઢેથી બોલ્યો તો તે કોઇ સાંભળે!! આમ વિચાર કરતો શિવો કૂવે કોષની પાટ પર બેસી કોષ હાંકે છે. બળદ કૂવા ફરતે ગોળ ગોળ ચક્કર લગાવે છે. કુવામાંથી પાણી ભરી આવતાં કોશના ડબલા પેલા કુંડમાં ઠલવાય છે