ગઝલ - એ - ઇશ્ક - 1

(11)
  • 5.8k
  • 1
  • 2.3k

૧. ગઝલ ઘડિયાળના કાંટા સાથે વિસરતો સમય,એમાં પુષ્પની મહેક સરીખો તારો પ્રણય. અલબત્ત ચિનગારી ઊઠી એ હૃદયના મયખાનામાં,આગને શમાવતો એમાં તારો જળપ્રલય. કે પ્રેમ ની પાંપણ નો તું એક ઝબકારો,ઝબકારા ને અકબંધ રાખતો તારો એ ધબકારો. હું અણસમજું! કારણ, એક તરફી આ ચીઝ,સમજી બેઠો સ્મિતને તારા, પ્રેમનું પ્રતીક. એક જ આકાશમાં ક્યારેક દિન અને રાત,સમકક્ષ જીવનમાં મારા, તારો આભાસ. વળગી રહું તને! તો કઠિન છે થોડું આમ,વળગણ વિના નો પ્રેમ ! ઝાલીમ ! ના ફાવે ખાસ. પોઢતી વેળાએ નીકળે મુસાફરીએ પ્રેમની,જાગીને જાણું ત્યાં તો, તારો શૂન્યાવકાશ. રદીફ અને કાફિયા નો તો અલગ જ છે અંદા્ઝ,મારો અને ગઝલનો એમાં ચાબુકદાર પ્રહાર.