જીવન સાથી - 41

(31)
  • 5.6k
  • 4
  • 3.6k

અશ્વલે કેમ ફોન કર્યો હતો અને તે શું કહેવા માંગે છે તે જાણવા માટે આન્યાએ સામેથી અશ્વલને ફોન લગાવ્યો તો તેનો ફોન સ્વીચ ઓફ આવ્યો..ઑહ નૉ યાર..આન્યાથી બોલાઈ ગયું. હવે તેણે જ ફરીથી અશ્વલનો ફોન ક્યારે આવે છે તેની રાહ જોવી રહી અને તે પાછો ફોન બેડની નીચે જમીન ઉપર મૂકીને સૂઈ જવાનો નિરર્થક પ્રયત્ન કરતી રહી અને વિચારતી રહી કે, હવે પાછો ક્યારે આવશે અશ્વલનો ફોન ? અને એટલામાં ફરીથી રીંગ વાગી એટલે તેણે ઝડપથી ફોન હાથમાં લીધો અને ઉપાડી લીધો. હા, હવે તેના બેસબરીભર્યા ઈંતજારનો અંત આવ્યો હતો અને આ અશ્વલનો જ ફોન હતો. કદાચ બંને બાજુ એકબીજાની