પીળોરંગ પ્રેમનો - 6

  • 2.7k
  • 1.4k

ગતાંકથી ચાલુ.... ઘરે આવ્યા પછી પણ વનિતાના વિચારોમાંથી વિજય ખસતો નહોતો.જે આંખો એકાંતમાં આંસુ વહાવીને થાકી ગઈ હતી,એ આંખોમાં આજે અનેરો ઉત્સાહ જોવા મળતો હતો.આંખો નીચે પડી ગયેલા કાળા કુંડાળા સાચા પ્રેમની પ્રતીક્ષા ફળી એ વાતના પુરાવા આપી રહ્યા હતા.ચાલીસી વટાવ્યા પછી પણ એના ચહેરા પર આજે પહેલીવાર ગજબની ચમક જોવા મળતી હતી.એનું કારણ વિજય અને તેની સાથે થયેલી મુલાકાત હતી.વનિતાના બદલાયેલા વર્તનની નોંધ વેદ અને વેદાંશિએ પણ લીધી.જીગર માટે તો એ હંમેશા રહસ્યમય કોયડા જેવીજ હતી,એટલે એણે આજના કોયડાને ઉકેલવાનો કોઈ પ્રયાસજ ના કર્યો.બાળક જેમ પરીક્ષામાં અઘરા સવાલને નજર અંદાજ કરે છે,બસ એજ રીતે જીગરે પણ વનિતાના સ્વભાવમાં આવેલું