ગતાંકથી ચાલુ.... વિજય કંઈ બોલવા જાય એ પહેલાજ વેઇટર આવ્યો અને એણે ટેબલ પર વેજ પુલાવ,બે સ્પૂન અને ચા મૂકી દીધી. ચાલ છોડ,એ બધી વાતોને.વીસ વર્ષ પછી આપણે મળ્યા છીએ તો ચાલ આ ક્ષણોને આપણે મન મૂકીને માણી લઈએ,જેમ માણતા હતા બિલકુલ એમજ.થોડીવાર માટે તું ફરીથી ઓગણીસની બની જા અને હું ચોવીસનો.વિજયની આ વાત સાંભળીને વનિતાના ચહેરા પર હાસ્ય આવી ગયું. પ્રાયશ્ચિતની આગમાં સળગતું વનિતાનું હૃદય આજે વિજયને જોઈને રાહતનો શ્વાસ લઈ રહ્યું હતું.વર્ષોથી હૈયામાં દબાવીને રાખેલી લાગણીઓને એ વ્યક્ત કરવા માગતી હતી.ઉજાગરા કરીને થાકી ગયેલી આંખોને આજે નિરાંતની ઉંઘ લેવી હતી.ગાલ પર છપાયેલા આંસુના ડાઘને એ વિજયના લાગણીભર્યા સ્પર્શથી