પ્રેમ - નફરત - ૨૬

(34)
  • 5.6k
  • 4k

પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૨૬રચના બોલતાં તો બોલી ગઇ પણ હવે એ વાતને પકડી રાખવી જરૂરી હતી. આરવને તેની યોજનાની વાત સાંભળીને રાહત થઇ હોય એવું ચહેરા પરથી રચના જોઇ રહી. તે બોલ્યો પણ ખરો:'મને ખાતરી જ હતી કે તું બીજો કોઇ રસ્તો શોધી કાઢીશ... પહેલી વખત તેં જે રીતે સફળતા અપાવી હતી એવી જ હવે પછી અપાવીશ.''હા સર!' રચના વધારે બોલી શકી નહીં.'તારી નવી યોજના શું છે? મારી મદદની જરૂર હોય તો કહી દે...' આરવ તેની સામે પ્રેમભરી નજરે જોતાં બોલ્યો. જી...હમણાં તો કોઇ મદદની જરૂર નથી. મેં જે યોજના વિચારી છે એને પહેલાં હું ચકાસી લઉં