ક્ષિતિજ...ગાથા વિરહથી મિલન સુધીની... - ભાગ 29

  • 3.2k
  • 1.5k

"બહુ ભોળી છે તું રાશિ, મેં તને ક્યારે પ્રેમ કર્યો જ નથી, તારી સાથે લગ્ન કરી હું તારી જાયદાદ પ્રાપ્ત કરવા માંગતો હતો.", શક્તિસિંહનું અસલ સ્વરૂપ હવે એની જબાનથી જ બહાર આવી રહ્યું હતું. હું મારો બીઝનેસ આગળ વધારવા માંગતો હતો અને તેનો બધો આધાર મારા રાશિ સાથે લેવાયેલ લગ્ન ઉપર હતો.બધું સારું ચાલી રહ્યું હતું, મારા રાશિ સાથે લગ્ન પણ થવાના હતા, પણ આ અનુરાગના કારણે ઘરેથી ભાગતા રાશિ પડી ગઈ અને મારો બધો પ્લાન ચોપટ થઈ ગયો. હું રાશિની તબિયત સુધરવાની રાહ જોઈ રહ્યો હતો. મને આશાનું કિરણ દેખાયું જ્યારે મને મળવા જ્યોતિ આવી. હા જ્યોતિ, મારા ગામમાં