ક્ષિતિજ...ગાથા વિરહથી મિલન સુધીની... - ભાગ 26

  • 3k
  • 1.6k

"અરે તમે આ શુ કહો છો, હું સમજી શકુ છુ તમારી પરિસ્થિતિ. મને બધી જાણ છે, કે કયા સંજોગોમાં આ બધુ થયુ હતુ. હું તો રાશિને આજે પણ એટલોજ પ્રેમ કરું છુ અને હજુ પણ એનીજ સાથે લગ્ન કરવા માંગુ છુ. મને ખબર છે તે હવે સ્વસ્થ થઈ ગઈ છે. મને મારી દોસ્ત અને થનાર પત્ની સાથે નહિ મળાવો?" શક્તિસિંહના તે શબ્દો સાથે સુમેરસિંહ અને શક્તિસિંહ બંને જાણે ગયુ ગુજર્યું બધુ વીસરીને એકબીજા સામે હસી પડ્યા. "દીકરા કદાચ તું જ મારી દીકરી માટે યોગ્ય પતિ છે", સુમેરસિંહ શકિતસિંહને ગળે મળતા બોલ્યા. થોડીવાર પહેલા જ બહાર વાવાઝોડું વર્ષીને થમી ગયુ હતુ,