ક્ષિતિજ...ગાથા વિરહથી મિલન સુધીની... - ભાગ 24

  • 3k
  • 1.6k

રાશિએ જ્યોતિના ગામમાં પગ મૂકતા જ એક જાણીતો અહેસાસ એના શરીરમાં પ્રસરી ગયો અને એના પગ જકડાઈ ગયા. ભૂતકાળની તે યાદો, જે આ જ ગામ સાથે જોડાયેલ હતી તે એની નજરો સમક્ષ આવવા મથી રહી, પણ હવે તે વાતો અને યાદો સાથે કોઈ નાતો રહ્યો નહોતો માટે તેને દિલમાંથી ખંખેરી રાશિએ જ્યોતિના ઘરનુ બારણું ખટખટાવ્યુ. "કોણ?" ઘરમાંથી પડઘાતો કોઈ સ્ત્રીનો અવાજ આવ્યો. રાશિ હવે સામે શુ કહેવુ તે વિચારતી થોડીવાર દરવાજા આગળ એમજ ઊભી રહી. "જી તમે કોણ?" ત્યાંજ એક આધેડ સ્ત્રીએ દરવાજો ખોલી સામે ઉભેલી અજાણી છોકરીને જોઈ કુતૂહલ વશ પૂછ્યુ. "હું રાશિ", નામ સાંભળી તે સ્ત્રી હવે શુ