ક્ષિતિજ...ગાથા વિરહથી મિલન સુધીની... - ભાગ 23

(14)
  • 3.1k
  • 1
  • 1.7k

પણ એક દિવસ તે લોકોએ ચાંદને શરાબનો ચિક્કાર નશો કરાવી એની ગેરહાજરીમાં સરોજને પકડી અડપલાં કરવાનું શરૂ કર્યું. સરોજ જેમતેમ કરી ખુદને છોડાવી ચાંદ પાસે ફરિયાદ કરવા પહોંચી પણ ત્યારે તે નશામાં ધૂત હતો. પોતાના મિત્રોની વિરુદ્ધ તે કઈ સાંભળવા તૈયાર નહોતો. એના મિત્રોએ સરોજ પ્રત્યે વધારી ચડાવીને ખરી ખોટી વાતો ચાંદના મગજમાં એવી રીતે ઠોસી હતી કે પોતાના અમીર શહેરી મિત્રો સામે પોતાના વર્ષો જૂના ભાઈ બહેનના સંબંધને ભૂલી તેણે બધા વચ્ચે સરોજનું અપમાન કરી એની ગરીબીની મજાક ઉડાવી અને એના ચરિત્ર ઉપર પણ આક્ષેપ કર્યા, અને ગુસ્સામાંને ગુસ્સામાં તેને હવેલી છોડી ચાલ્યા જવા કહી દીધું. ખુદ્દાર સરોજ અને