ક્ષિતિજ...ગાથા વિરહથી મિલન સુધીની... - ભાગ 22

  • 3.2k
  • 1.7k

ખૂબ કીમતી એવી ફોર્ડની વિન્ટેજ કાર વિશાળ દરવાજાની અંદર પ્રવેશી. દરવાજો ખૂલતાની સાથે નજર સમક્ષ ખડું થતું દૃશ્ય ખુબજ અદભુત લાગી રહ્યું હતુ. દરવાજાથી શરૂ થતો રસ્તો, અને તેની બંને તરફ દેશ વિદેશથી લાવીને ઉછેરેલા ખૂબ સુંદર અને બેનમૂન જાતના ફૂલોથી સજેલા નાના નાના બગીચા જે અતિ માવજતથી સીંચીને બનાવેલા હતા.તે રસ્તો આગળ જઈ એક તરફ વળી જતો, જ્યાં ધોમધખતી ગરમીમાં પણ શીતળ ઠંડક આપે એવો ખૂબ મોટો પાણીનો ફુવારો લગાવેલો હતો. જેમાં વચ્ચે સુંદર પનિહારીનું શિલ્પ લગાવેલ હતું અને તેની ગાગરમાંથી ઝરમર પાણી વર્ષી રહ્યું હતુ. તે ફુવારાની બિલકુલ સામે ખૂબ મોટા વિસ્તારમાં પથરાયેલ સફેદ બગલાની જેમ ઝગમગતી ખુબજ