આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-107

(106)
  • 5.6k
  • 2
  • 3.2k

આઈ હેટ યુ - કહી નહીં શકું પ્રકરણ ૧૦૭ આજે કેટલાયે સમય પછી રાજે ફોટા માંગેલા. નંદીનીએ વિચાર્યું પુરી સ્વસ્થ થઈને હું ફોટા લઈશ અને મોકલીશ. રાજ અને સર્વે બધાં સાથે વાત થયાં પછી નંદીની ખુબ ખુશ હતી. મનોમન માઁમહાદેવનો આભાર માની રહેલી. કેટલીયે પળો વિરહમાં દુઃખ સંઘર્ષમાં વીતી પછી સુખનો સૂરજ ઉગ્યો. એનો રાજ એને પાછો મળી ગયેલો. નંદીનીએ ફોન ઠેકાણે મુક્યો. પાછી બેડ પર આડી પડી અને વીડીયોકોલ પર જે વાતો થઇ હતી બધાં સાથે અને ખાસ રાજ સાથે એનાથી આનંદમાં હતી. એ પાછી ભૂતકાળમાં ખોવાઈ...રાજ સાથે વિતાવેલી પળો યાદ આવી ગઈ અને હવે પછી ભવિષ્યમાં રાજને કેવો