પીળોરંગ પ્રેમનો - 4

  • 2.9k
  • 1.4k

ગતાંકથી ચાલુ..... વનિતા પોતાની સપનાની દુનિયામાં મશગૂલ હતી.વિજય ક્યારે એની પાછળ આવીને ઊભો રહ્યો એ વાતનો એને ખ્યાલજ ન રહ્યો.વિજયે વનિતાને પૂછ્યું, 'હાય....કેમ છે તું?' વર્ષો વીતી ગયા હોવા છતાં વનિતા વિજયના અવાજને સારી રીતે જાણતી હતી.એણે પાછળ ફરીને જોયું તો વિજય હતો. 'આવ,બેસ.' વનિતાએ કહ્યું. વિજય વનિતાની સામે બેસી ગયો.બંને એકબીજાની સામે જોઇ રહ્યા હતા.મનમાં હજારો સવાલ દરિયાના મોજાની માફક ઉછળતા હતા,જે બંનેમાંથી કોઈના હોઠ સુધી પહોંચી શક્યા નહીં. ભેદી મૌનની દિવાલ તોડતાં વિજયએ કહ્યું,'વનિતા તું આજે બહુ સુંદર લાગે છે.જે શબ્દો વર્ષો પહેલાં સાંભળ્યા હતા,એ શબ્દો વર્ષો પછી સાંભળતાની સાથેજ એનું હૈયું ધબકવા લાગ્યું.આ વખતે પણ એને પ્રત્યુત્તરમાં