એક ભૂલ - 21

  • 4.4k
  • 2k

આશી અને મીત સિલ્વર ક્લબમાં જાય છે અને મીરા, આરવ, મિહિર બહાર નજર રાખી ઉભા હોય છે. થોડીવારમાં અમિત તથા વિહાન ત્યાં પહોંચે છે. આશી ખોટું નાટક કરીને અમિતને પોતાની વાતોમાં ફસાવી લે છે. બીજી બાજુ આશી પેનડ્રાઇવ શોધતી હતી ત્યાં પાછળથી કોઈ તેના માથા પર વાર કરે છે અને આશી બેભાન થઈ જાય છે. હવે આગળ..... ***માથામાં અસહ્ય પીડા થઈ રહી હતી. હાથ-પગ હલાવવાની કોશિશ કરી પણ હલ્યાં નહીં. ધીમે ધીમે આંખ ખોલી. શરૂઆતમાં બધું ઝાંખું ઝાંખું દેખાયું પરંતુ થોડીવારમાં આજુબાજુનુ દ્રશ્ય સ્પષ્ટ થવા લાગ્યું. આસપાસ જોયું તો જગ્યાં અજાણી લાગી. એક મોટો રૂમ હતો. આજુબાજુમાં મોટા મોટા બોક્સ