આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-106

(81)
  • 5.6k
  • 3.4k

આઇ હેટ યુ પ્રકરણ-106 રાજ અને નંદીનીનુ પુનઃમિલન થઇ ગયું હતું. બંન્ને ખૂબ ખુશ હતાં બધી ગેરસમજ, હર્ટ, ફરિયાદો દૂર થઇ ગઇ હતી. ત્યાં રાજે કહ્યું નંદુ સાંભળ શાંતિથી હવે. મંમી પપ્પા સાથે બધી વાત થઇ ગઇ સ્વીકાર થઇ ગયો. આપણે અગાઉનાં એનાંથી વધુ એક થઇ ગયાં... નંદુ હું તને ટીકીટ મોકલી રહ્યો છું અહીં આવીજા પેપર વર્ક બધુંજ હું કરાવી લઇશ હું અહી ભણવા આવ્યો છું એટલે ગૌરાંગ અંકલ પાસે પેપર વર્ક કરાવી લઇશ. બીજું વિરાટ તાન્યા નો સંબંધ વિધીપૂર્વક કરવાનું વિચારી રહ્યાં છે એટલે વિરાટનાં પેરેન્ટસ પણ અહીં બોલાવાની વાતો ચાલે છે એટલે અહી બધાંજ ભેગા થાય એવું