પ્રેમ - નફરત - ૨૫

(35)
  • 6k
  • 2
  • 4.3k

પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૨૫ રચનાએ રાજીનામું આપવાની વાત કરી એટલે સંજનાને નવાઇ લાગી:'રચના, 'સુપર ફાસ્ટ મોબાઇલ' કંપનીમાં હું જોડાઇને એક મહિનોને થોડા દિવસ થયા છે અને તું રાજીનામું આપવાની વાત કેમ કરે છે?' 'કેમ? ત્યાં કોઇ છોકરા પર દિલ આવી ગયું કે શું?!' કહીને રચનાએ મજાક કરી.'તારી જેમ હું થોડી બોસને પ્રભાવિત કરવા નોકરી પર રહી છું!' સંજનાએ પણ નેહલા પર દેહલા જેવો જવાબ આપ્યો. 'મેં એને પ્રભાવિત જ કર્યો નથી. એનું દિલ પણ ચોરી લીધું છે! તું લખી રાખ થોડા દિવસોમાં અમારા લગ્નની શરણાઇ પણ તને સાંભળવા મળશે...' રચના મનોમન ગણતરી કરતી બોલી.'શું વાત કરે છે?