એક ભૂલ - 20

  • 4.5k
  • 1
  • 2k

રાધિકાને શોધવા માટે અમિત સુધી પહોંચવું જરૂરી હતું માટે મીરા, મિહિર, આરવ, આશી અને મીત રાત્રે સિલ્વર નાઇટ ક્લબ પર પહોંચે છે. પરંતુ હજુ તેઓ કોઈ પ્લાન અમલમાં મૂકે તે પહેલાં તેમને પાછળથી અજાણ્યો અવાજ આવે છે. " કોન હો તુમ લોગ? " અવાજ સાંભળતા બધાના હોંશ ઉડી ગયા. હજુ પ્લાન શરૂ પણ થયો નહોતો ત્યાં આ કઈ નવી મુસીબત આવી પડી. બધાએ પાછળ ફરીને જોયું તો એક માણસ હાથમાં દારૂની બોટલ લઈને ઊભો હતો. કદાચ વધુ પડતાં નશાને કારણે સરખી રીતે ઊભો પણ નહોતો રહી શકતો. તેને જોઈને બધાંના મનમાં સહેજ હાશકારો થયો કે અમિત કે અમિતનો કોઈ માણસ