અતિલોભ 'જ્યાં અતિ ત્યાં મતિ'આ પૃથ્વી ઉપર મધુમાખી અને મનુષ્ય એ બંને સંઘર્ષી જીવો છે. જીવનમાં મનુષ્ય ઘણાં સારા કાર્યો કરતો રહે છે પરંતુ તો પણ તેનાં આ અદભૂત મનમાં મધુમાખીઓની જેમ એક અતિલોભ છુપાઇને રહેલો હોય છે. જેમ કે મધુમાખીઓ મધ બનાવે છે, જે તે બીજા માટે નહી પરંતુ પોતાના માટે અન્નનો સંગ્રહ કરે છે. તે જેટલો જથ્થો એકઠો કરે છે તેનાં પરથી ખ્યાલ આવશે કે આટલો બધો જથ્થો દુનિયામાં કોઈ બીજા જીવ પાસે નહી હોય, તે જ કાર્ય મનુષ્ય પણ કરી રહ્યો છે. મનુષ્ય પોતે જીવનભર સંપત્તિ, જમીન અને પૈસા એકઠો કરતો રહે છે. જે રીતે મધ મનુષ્યને