અંગત ડાયરી - લાઇફ ઇઝ અ ડ્રામા

  • 3.4k
  • 1.2k

શીર્ષક:- લાઈફ ઇઝ અ ડ્રામા ©લેખક:- કમલેશ જોષીએક મિત્રે કહ્યું ‘લાઈફ ઇઝ અ ડ્રામા’ વાક્ય સાથે હું સહમત નથી, કારણ કે ડ્રામામાં તો દરેક કલાકારને એની ફર્સ્ટ એન્ટ્રીથી અંતિમ એક્ઝીટ સુધીના દરેકે દરેક ડાયલોગ, ઘટનાઓ, એક્શન-રીએક્શન બધું જ ખબર હોય જયારે લાઈફમાં એવું નથી થતું. પૃથ્વીના રંગમંચ પર જિંદગીનો સિત્તેર-એંસી વર્ષ ચાલતો ડ્રામા ભજવવા બાળક સ્વરૂપે ફર્સ્ટ એન્ટ્રી કરી રહેલા કલાકારને એય ખબર નથી હોતી કે એણે કયું પાત્ર ભજવવાનું છે. એને એના ડાયલોગ તો શું કેવી રીતે બોલવું એ પણ મમ્મી-પપ્પાનું પાત્ર ભજવતા સિનીયર કલાકારો ચાલુ નાટકે શીખવે છે. અંતિમ એક્ઝીટ સુધી કોઈ બ્રેક વગર ચાલતા આ નાટકનું ઓડીયન્સ