કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - ભાગ-21

(25)
  • 8.8k
  • 6.9k

સાન્વીના સમાચાર સાંભળીને ઈશીતા અને અર્જુન પણ ખૂબ દુઃખી થાય છે અને વિચારે છે કે, સાન્વીના લગ્ન વેદાંશ સાથે થયા હોત તો સાન્વીની અત્યારે આ પરિસ્થિતિ થઇ ન હોત પણ હવે શું કરી શકાય..?? ઈશ્વરને જે ગમ્યું તે ખરું....!! અને બંને જણાં એક ઉંડો નિ:સાસો નાંખે છે...‌!! વેદાંશ, અર્જુનને લઇને સાન્વીના ઘરે જાય છે. તે ડોરબેલ વગાડે છે એટલે સાન્વીના મમ્મી ડોર ખોલે છે. સાન્વીના મમ્મી કંઇ પણ બોલે તેની રાહ જોયા વગર વેદાંશ સાન્વીના ઘરમાં ઘૂસી જાય છે. સાન્વીના પપ્પા સોફા ઉપર બેઠા હતા તેમની સામેની ચેરમાં વેદાંશ બેસે છે અને હિંમત કરીને બોલે છે, " અંકલ, સાન્વીના સમાચાર