આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-98

(106)
  • 6.1k
  • 3.6k

આઇ હેટ યુ પ્રકરણ-98 નંદીનીએ રાજનાં વાકબાણ અને એને થયેલું દુઃખ જોયું અને સાંભળ્યું રાજનો વિલાપ એનાં હૃદયમાં સ્પર્શી ગયેલો એને પણ મનન મંથન કરેલું આટલાં સમયમાં છે મારે લગ્ન માટેનો નિર્ણય નહોતો લેવાનો હું લાગણીમાં તણાઇ ગઇ સમાજમાં બતાવવા કે બાપની ઇચ્છાપુરી કરવા મારે દગો નહોતો દેવો જોઇતો પણ.... પણ હું વિવશતામાં મારી જાત અને મન ના સંભાળી શકી એ મારી નબળાઇજ હતી ભલે આજે વરુણ હયાત નથી રહ્યો પણ એની સાથે નામ જોડાઇ ગયું અગ્નિ સાક્ષીએ ફેરા લીધાં. હું રાજથી પારકી એજ ક્ષણે થઇ ગઇ હતી. એક ક્ષણમાં બધાં વિચારો આવી ગયાં. એ રાજને રડતો અને વિલાપ કરતો