પ્રેમ - નફરત - ૨૨

(36)
  • 6.2k
  • 4.3k

પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૨૨આરવને એ વાત ખટકી રહી હતી કે બીજી વખત તેણે મોબાઇલ લોન્ચ કરવા કરેલી મહેનત ફોગટ જવાની હતી. જો ફોનની કિંમત વધારે રાખવામાં આવશે તો મધ્યમ વર્ગના લોકો એને ખરીદતાં વિચાર કરશે. અત્યારે મધ્યમવર્ગના લોકો માટે આ શ્રેષ્ઠ ફોન બની શકે એમ છે. આરવ એ જાણતો હતો કે ફોન ન વેચાય તો ખાસ કોઇ નફો થાય એમ ન હતો. પણ બીજી તરફ 'સુપરફાસ્ટ મોબાઇલ' કંપનીના મોબાઇલથી સસ્તો અને સારો મોબાઇલ લોન્ચ કરીને લોકોમાં છવાઇ જવાની તક હતી.આરવ પોતાનો બચાવ કરતાં બોલ્યો:'પપ્પા, આ ફોન માટે અમે ઘણી મહેનત કરી છે. 'સુપરફાસ્ટ મોબાઇલ' કંપનીમાંથી ઘણી માહિતી