ગામની પ્રેમાળ નદી.

(11)
  • 3.3k
  • 1k

હજુ તો રાત્રે દૂધનો ગ્લાસ આપી બાને જય શ્રીકૃષ્ણ કહીને સુવા ગઇને સવારમાં બા એ આ દુનિયામાંથી વિદાય લઈ લીધી તે માન્યામાં નથી આવતું. હું ને પારિતોષ સાથે જ ઉઠી જઈએ.સવારમાં બાળકોને અને પરિતોષને ઓફીસે જવાનું હોવાથી હું સીધી રસોડામાં જ મારા કામે લાગી જાવ.સવારમાં સૌથી પહેલા પારિતોષ ઉઠીને બાના રૂમમાં જઈ બાને જય શ્રી કૃષ્ણ કહી વૉક કરવાનીકળે.બા પણ ઉઠીને તેના નિત્યક્રમ પ્રમાણે પૂજાપાઠ કરતાં હોય.પણ આજે બાના રૂમમાંથી અવાજ ન આવ્યો.પારિતોષે બાને ઉઠાડવા હલબલાવ્યા પણ બા કોઈ પ્રતિક્રિયા ન આપતા પારિતોષે મને બૂમ પાડી.હું હાંફળીફાફળી થઈને જઈ જોવ છું તો બાનો નશ્વર દેહ અને પરિતોષની આંખમાં બાની કારમી