પ્રેમ - નફરત - ૨૧

(29)
  • 5.7k
  • 4.3k

પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૨૧ આરવને થયું કે શૈલી ગળે પડી રહી છે. તેણે હાલ લગ્ન કરવા નથી એવી સ્પષ્ટતા કરી હોવા છતાં પાછળ પડી ગઇ છે. એ એના સ્થાને કદાચ બરાબર હશે. મારી સાથે વાત કરીને મને દિલ દઇ બેઠી હશે. એને ખબર નથી કે હું મારું દિલ રચનાને આપી ચૂક્યો છું. અને હજુ રચનાને પણ આ વાતની જાણ નથી. અત્યારે રચનાનો પ્રેમમાં પીછો કરવાની વાત બાજુ પર રાખીને શૈલીથી પીછો કેવી રીતે છોડાવવો એ વિચારવું પડશે. શૈલી આજે મળીને જ રહેશે એમ લાગે છે. મમ્મીને જ કોઇ મીઠી ઘુટ્ટી પીવડાવવી પડશે! આજે સાંજે મમ્મીને જ કહી દેવું પડશે