આઇ હેટ યુ પ્રકરણ-96 નંદીનીએ રાજનાં જવાબનો એકજ લીટીમાં જવાબ આપ્યો અને કહ્યું રાજ તું બોલ્યોને કે એમની ઇચ્છા અને સ્વપ્ન આપણાં બનાવીને એમની ઇચ્છા પુરી કરાવની જવાબદારી આપણી છે. રાજ મેં એજ કર્યું. રાજે કહ્યું એટલે ? તેં લગ્ન કરી લીધાં ? કોઇ ત્રાહીત સાથે ? તેં મને તો કંઇ જણાવ્યુંજ નહોતું હું આ બોલતાં પહેલાં બોલ્યોજ કે તેં મને કીધું હોત તો થડાં સમય માટે મારાં માતા-પિતાનાં ઉપરવટ જઇને આવી જાત એમની ઇચ્છા પુરી કરત. પણ નંદીની... તેં મને તો કંઇ કીધુંજ નહોતુ તો તેં લગ્ન કોઇ બીજા સાથે કરી લીધાં છે ? કોણ છે ?