જીવન સાથી - 35

(20)
  • 5.4k
  • 3.7k

આન્યાની નજર સમક્ષ પોતાની સાથે પાર્ટીમાં જે બન્યું હતું તે તાદ્રશ્ય થઈ ગયું પરંતુ મોમને આ બધું કઈરીતે કહેવું તે વિચાર માત્રથી તેનાં હોઠ બીડાઈ ગયા કારણ કે, મોમને આ વાત કર્યા પછી ઘરમાં કેવું વાતાવરણ સર્જાશે..? અને પછી તો ક્યારેય આ રીતે ઘરમાંથી નીકળી નહીં શકાય.. તે વિચાર માત્રથી તે ધ્રુજી ઉઠી અને તેના હોઠ સીવાયેલા જ રહ્યા તે માત્ર એટલું જ બોલી શકી કે, " બસ વહેલી પાર્ટી પુરી થઈ ગઈ મોમ " અને તે ચૂપચાપ પોતાના રૂમમાં ચાલી ગઈ. આજે તેને ઊંઘ પણ આવવાની ન હતી અને તે મનોમન વિચારી રહી હતી કે, " ક્યારે કોલેજ જવું