પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૨૦ લખમલભાઇએ જાતે આવીને આરવને રચના સાથેના પ્રેમનો પ્રશ્ન એકાંતમાં પૂછ્યો હતો. તેમના ચહેરા પર ગુસ્સાના કોઇ ભાવ ન હતા. તેમનો ચહેરો શાંત હતો. તેમને રચના પ્રત્યેની લાગણીનો કેવી રીતે ખ્યાલ આવી ગયો હશે? એમ વિચારતો આરવ શું જવાબ આપવો એનો નિર્ણય કરી શકતો ન હતો. પહેલા તો એણે પોતાના દિલને પ્રશ્ન પૂછવાનો હતો કે એ ખરેખર રચનાને પ્રેમ કરવા લાગ્યો હતો કે એના પ્રત્યે હજુ ખેંચાણ થઇ રહ્યું હતું? આરવે સ્પષ્ટ જ કહી દીધું:'પપ્પા, પ્રેમની તો મને ખબર નથી પણ એ છોકરી મને વ્યવસ્થિત લાગી છે. એના પર વિશ્વાસ કરી શકાય એમ છે...' લખમલભાઇ હસી