અયાના - (ભાગ 30)

(18)
  • 4.3k
  • 2
  • 1.7k

એક ડોક્ટર થઈને પણ ક્રિશય ને સમજાતું નહતું કે આવી પરિસ્થતિ માં એને શું કરવું જોઈએ..."અયાના બસ હવે થોડી વાર જ ...કોશિશ કર ..." ક્રિશય પોતે એક ડોક્ટર થઈને પણ આવી પરિસ્થતિ માં બાઘા મારવા લાગ્યો..."કેટલી વાર છે હવે ...ક્યારે ખોલવાનો છે..." બારણાં પાસે આવીને ક્રિશય વધારે પડતાં મોટેથી બરાડ્યો...જાણે બહાર કોઈ હોય જ નહિ એ રીતે શાંતિ છવાયેલી લાગતી હતી...અયાના થી હવે ઉભુ રહેવું પણ મુશ્કેલ હતું...એ નીચે બેસી ગઈ...એનો એક હાથ એના ગળા ઉપર હતો અને એ જોરજોરથી શ્વાસ લેવાનો પ્રયત્ન કરતી હતી...ચારેબાજુથી પેક થઈ ગયેલી રૂમ જોઇને એને અંધારા આવા લાગ્યા...જાણે ચારેબાજુની દીવાલ એની નજીક આવી રહી