આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-91

(105)
  • 6.1k
  • 2
  • 3.8k

આઈ હેટ યું કહી નહીં શકું પ્રકરણ - ૯૧ જયશ્રી સાથે વાત કાર્ય પછી નંદીની વિચારમાં પડી ગઈ હતી. ક્યાં લીના અને ક્યાં જયશ્રી...બંન્ને ઓફીસની કલીગ. બંન્ને સખી છતાં બે સ્ત્રીનાં રૂપ. જયશ્રી આવનાર બાળકનાં એંધાણથી ખુબ આનંદમાં હતી અને લીના એબોર્શન કરાવી પોતાનાં શરીરમાંથી પુરાવો દૂર કરી આવી હતી. એનાંથી એ મુક્ત ખુશ હતી. નંદીનીને જયશ્રી સાથે લીનાની વાતો કરવી હતી પણ જયશ્રી પાસેથી એનાં મોઢે આનંદનાં સમાચાર સાંભળી એ અટકી ગઈ અને જયશ્રીને અભિનંદન આપ્યા અને આનંદમાં સહભાગી થઇ. નંદીની બેડ પર આડી પડી એણે જયશ્રી અને લીના બન્નેનાં વિચાર કાઢી પોતાનાં વિચાર કરવા માંડી એણે થયું