ક્ષિતિજ...ગાથા વિરહથી મિલન સુધીની... - ભાગ 21

  • 3.4k
  • 1.8k

"અનુરાગ, અચાનક જ્યોતિ ને...", રાશિ બોલવા જતી હતી ત્યાજ અનુરાગે એક ઝટકે રાશિને દૂર કરી દીધી.અનુરાગની આંખોમાં ક્રોધ જોઈ રાશિ ડરીને બે ડગલાં પાછળ ખસી ગઈ."શું થયું અનુરાગ?", રાશિના હોઠ થથરી રહ્યા હતા, જાણે કોઈ ભયાનક તોફાન એના જીવનમાં આવી રહ્યાંનો આભાસ થઈ રહ્યો હતો."તું...., તે અને તારા પિતાએ જ મારી જ્યોતિને મારી નાંખી છે. જો આ રિપોર્ટ, કોઈએ જ્યોતિને ખાસ રસાયણની મિલાવટથી બનાવેલ ડ્રગ્સ આપીને મારી છે, તારા અને તારા વગદાર પિતા માટે તેવુ ડ્રગ્સ બનાવવું કે મેળવવું ખૂબ આસાન છે. જ્યોતિના સામાનની તપાસ કરતા તેમાં મળી આવેલ ટ્રેઈનની ટીકીટ પરથી તે છેલ્લે તારા ગામ આવી હતી તે હું