ક્ષિતિજ...ગાથા વિરહથી મિલન સુધીની... - ભાગ 20

  • 3.3k
  • 1.8k

"દીકરા ક્યાં સુધી જ્યોતિની પાછળ આમ રડ્યા કરીશ? તારી હાલત તો જો? જવા વાળી તો જતી રહી પણ શું તારી આવી હાલત જોઈને એની આત્માને શાંતિ મળશે? મે મારી દીકરી ગુમાવી છે, પણ હવે આપણે આગળ વધવું જ રહ્યું. તું તો એના છેલ્લા સમયમાં એની સાથે હતો. પણ અમારું જો, અમે તો એને છેલ્લે મળી પણ ન શક્યા. કેટલા મહિનાથી એને જોઈ પણ નહોતી અમે." "જોઈ નથી એટલે? શું કહ્યું તમે?", છેલ્લું વાક્ય સાંભળી અનુરાગના કાન ચમક્યા અને પોતાના આંસુ લૂછતો બોલ્યો. "હા દીકરા તે ઘણા સમયથી અમને મળવા પણ ક્યાં આવી હતી. અમેતો એને મળવાની આશાએ બેઠા હતા ત્યાં