ક્ષિતિજ...ગાથા વિરહથી મિલન સુધીની... - ભાગ 11

  • 3.9k
  • 2.1k

એક દિવસ હોસ્પિટલમાં દોડધામ મચી હતી. ૫૦ કિલોમીટર દૂર આવેલ વિલાસપુર ગામમાંથી કોઈ ૧૯ વર્ષની મહિલાને પ્રેગ્નન્સીના ઉપચાર માટે લાવવામાં આવી હતી. તે કેસ અનુરાગને સોંપવામાં આવ્યો. પણ પ્રેગ્નન્સી દરમિયાન કરેલ અણઘડ ઉપચારને કારણે એની અને બાળકની ખૂબ ખરાબ હાલત હતી. તાત્કાલિક એનું ઓપરેશન કરવામાં આવ્યું પણ ત્યાં સુધીમાં ખૂબ મોડું થઈ ગયું હતું. ગામથી અહી હોસ્પિટલ લાવતા સુધી તેનું ઇન્ટર્નલ બ્લિડિંગ ઘણું બધું થઈ ગયું હતું. બાળકને તો બચાવી લેવામાં આવ્યું પણ તે સ્ત્રીને ન બચાવી શક્યા. તે સ્ત્રીની સાથે સારવાર માટે એના ઘણા બધા સંબંધીઓ પણ આવ્યા હતા. તે ગામના મુખીના છોકરાની વહુ હતી. તે લોકોએ હોસ્પિટલમાં હંગામો