ક્ષિતિજ...ગાથા વિરહથી મિલન સુધીની... - ભાગ 10

  • 4.6k
  • 2.3k

"આખરે કેમ? આટલા વર્ષે કેમ તારી યાદોના વમળ મને ઘેરાઈ વળ્યા છે? તે પણ જ્યારે હું બધું ભૂલી મારી નવી જિંદગીમાં પગલાં માંડી રહ્યો છું. તું તો મને દગો કરીને તારા ખુશખુશહાલ જહાજને દરિયામાં લઈ ગઈ છે, પછી કેમ હવે મારી આત્માને આમ પોકારી રહી છે?" ફંકશન પૂરું થયા બાદ સાંજે એકલો પડેલ અનુરાગ રૂમમાં બેઠો વિચારી રહ્યો હતો ત્યારે તેજ હવાના ઝોકાથી રૂમની બારી ખુલી જતા ટેબલ પર પડેલ અનુરાગના ભૂતકાળની ડાયરીના કોરા પન્ના ઉપર તેની અત્યાર સુધીની સફર જીવંત થઈ ઊઠી. રાશિના ઘરેથી સુમેરસિંહને મળ્યાં બાદ અનુરાગ ભટકતો ફરતો પૂરા ૩ દિવસે કોલેજની હોસ્ટેલમાં ખાલી હૃદયે પાછો ફર્યો