હેપ્પી વેલેન્ટાઈન ડે..!

  • 2.5k
  • 1k

એનું નામ કુન્દન ! એ આવતી સ્મિતથી મલકતું વદન અને જવાનીના જોશથી છલકતા જામ જેવું બદન લઈને ! હું ઓફિસના દરવાજાની આરપાર એને જોતો.એની બેઠક મેં મારી ઓફિસમાંથી મને દેખાય એવી રીતે ગોઠવી હતી.એ મારી સામે જ બેસતી.ઓફિસનું કામ થયા કરતું ને વારે વારે મારી નજર જાણે એને જોતાં ધરાતી જ નહિ. આખો દિવસ અનેક વખત એનું સ્મિત ઢોળાતું રહેતું ને હું ભીંજાતો રહેતો.ક્યારેક એ મને ઘડીક તાકી રહેતી ત્યારે હું જાણે કે ચકડોળના ઉપર ગયેલા પલ્લામાંથી એકદમ નીચે ઝીંકાતો. ઓગણીસ વર્ષની યુવાનીના ઉંબરે હજી તો એ આવીને ઊભી હતી.એને પહેલીવાર જોઈ ત્યારે જ દિલમાં વસી ગઈ હતી.જાણે એ અચાનક વરસવા