ત્રિવેણી - નદીરૂપી ત્રણ નારીઓનો સંગમ - ૨૫ - છેલ્લો ભાગ

  • 2.4k
  • 1
  • 1k

૩ વર્ષ પસાર થઇ ગયા, અમદાવાદ વૃનિકા ફિટનૅસ ક્લબની એક સભ્યથી શરૂ થયેલ યાત્રા આજે હજારોની સંખ્યામાં રૂપાંતરીત થઇ ચૂકેલી. અમદાવાદની પ્રતિષ્ઠિત વ્યક્તિ શિલ્પા દ્વારા મળેલ નાણાકીય સહાયને ખરા અર્થમાં સાકાર કરી હતી. વૃંદા, નિશા અને કાજલ, ત્રણેવે પ્રહલાદનગર ચાર રસ્તા, અમદાવાદ પાસે જ બનતી નવી ઇમારતના પહેલા માળને જ નોંધાવી લીધેલો. તે માળને તેમણે ત્રણ વિભાગોમાં વિભાજીત કર્યો હતો. પ્રથમ વિભાગને યોગા કેન્દ્ર તરીકે તૈયાર કરવામાં આવેલો. તેમાં વિવિધ આકારની ખુરશીઓ, સોફા, પ્લાસ્ટર ઑફ પૅરીસથી બનેલા વિવિધ આકારો ગોઠવવામાં આવ્યા હતા. પ્રત્યેક આકારને એવી રીતે બનાવવામાં આવ્યા હતા કે તે આકારના બીબામાં તનને ગોઠવો એટલે કોઇ એક