પ્રેમ-નફરત - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૧૯'ઓલ ઇન વન મોબાઇલ' કંપનીના શેરોના ભાવ ઘટી ગયા એ વાત મોટા આંચકા સમાન હતી. કિરણને રચના પર ગુસ્સો આવી રહ્યો હતો એ તેના શબ્દોમાં વ્યક્ત થતો હતો. હિરેન પણ જાણે આરવની ભૂલને મોટી બતાવવાનો મોકો મળી ગયો હોય એમ બોલ્યો:'પપ્પા, આપણી વર્ષોની મહેનત પર પાણી ફરી વળ્યું છે. આ છોકરીને કંપનીમાં લેતાં પહેલાં બહુ વિચાર કરવાની જરૂર હતી. એની મૂર્ખામી આપણાને ધંધામાં મૂરખ સાબિત કરી રહી છે. શેરબજારમાં આપણી મોબાઇલ કંપનીનું નામ હતું. ભાવ હંમેશા વધતા જ રહ્યા છે. આ બધું કંપનીની અણાઅવડત સિધ્ધ કરી રહ્યું છે...'હિરેન અને કિરણ જાણે આરવને બોલવાની તક આપવા