બે દિવસમાં પોતાની દુનિયા જાણે ઉજડી ગઈ હતી. હવેલીની બહાર નીકળતા અનુરાગના કદમોએ જાણે એને ફરી કોલેજના એજ મોડ ઉપર લાવીને ઉભો રાખી દીધો હતો જ્યાં બંને છેલ્લી વાર મળ્યા હતા અને ત્યાંથી એમના રસ્તા ફંટાયા હતા. અનુરાગના આગળ વધતા એક એક કદમોની સાથે રાશિ સાથે વિતાવેલ દરેક પળ જાણે ફિલ્મની પટ્ટીની જેમ બેકવર્ડ ફરી રહ્યા અને રાશિ એનાથી દૂર અને વધુ દૂર જઇ રહી હતી, અને પહેલી મુલાકાતે પકડેલા રાશિના હાથ છૂટી રહ્યા તે પળ આવીને અનુરાગ સામે ઉભી રહી. રાશિને એકવાર સ્પર્શ કરવા ઉઠેલા અનુરાગના હાથ તે ચહેરાની આરપાર નીકળી ગયા અને તે સાથેજ રાશિ ધુમાડામા ફેરવાઈ એની