"જો છોકરા હું તને એક મિત્ર તરીકે સાચી વાત કહેવા માંગુ છું કે હવે મારી દીકરીને ભૂલી જજે. તે નાનપણથી જ મારા જાગીરદાર મિત્રના દીકરાને પસંદ કરતી હતી અને તે બંને એકબીજાને ખૂબ પ્રેમ કરે છે. તે બંનેના લગ્ન પણ અમે લોકોએ ઘણા સમય પહેલા નક્કી કરી લીધા હતા. મારી દીકરી રાજાશાહીથી ઉછરી છે માટે એણે લગ્ન પણ એની હેસિયતવાળા છોકરા સાથે કરવા હતા. અને મને લાગે છે ત્યાં સુધી તારી પાસે નતો રાજપાટ છે ના કોઈ હેસિયત. માટે રાશિને ભૂલી અહીંથી જ પાછો વળી જા", આટલું બોલી સુમેર સિંહ અનુરાગ સામે જોઈ રહ્યો. "પણ હું આ વાત રાશિની પાસેથી