ક્ષિતિજ...ગાથા વિરહથી મિલન સુધીની....- ભાગ 2

  • 4.2k
  • 2.6k

કુદરતના આટલા નયનરમ્ય દ્રશ્યો જાણે રાશિની આંખોમાં આંજણ બની પ્રસરી રહ્યા હતા. પ્રકૃતિના રસપાનમાં તલ્લીન રાશિ પોતાની ધૂનમાં ચાલી રહી હતી. ત્યાંજ રસ્તામાં કઈંક અવરોધ આવતા તે શું છે એની ગડમથલમાં રાશિ હજુ કઈ સમજી શકે, તે પહેલાજ ગોથું ખાઈ ગઈ અને ઊંધે માથે નીચેની તરફ ફેંકાઈ, ડરને કારણે રાશિની આંખો બંધ થઇ ગઈ. દરિયા કિનારે આરામથી બેસી ડૂબતા સૂરજને નિહાળવામાં મગ્ન એવા કોઈ યુવકના પગે અથડાઈ તે નીચે પડવાની હતી ત્યાજ પેલાનું ધ્યાન જતા તેણે પોતાના પગથી ડાબી તરફ જમીન ઉપર પડતી યુવતીને બચાવવા માટે પોતાના હાથોમાં ઝીલવાની કોશિશ કરી. પણ એવું કરવા જતા બંનેનું બેલેન્સ ગયું અને તે