પુરાની યારી

(12)
  • 3.8k
  • 1
  • 1.3k

સૌમિલ આજે જરા રજાના મૂડમાં જ હતો અને તેથી થયું કે, લાવ થોડી સાફ સફાઈ પણ કરી લઉં. સફાઈની શરૂઆત તેણે પોતાના વોરડ્રોબથી જ કરી હતી. આખુંય વોરડ્રોબ ખાલી કરી દીધું હતું. અચાનક છેક ઉપરના ખાનામાંથી એક ડાયરી નીચે પડી અને તેમાંથી એક ફોટો નીચે સરી પડ્યો. સૌમિલે ફોટો હાથમાં લીધો અને તે જૂની યાદોમાં ખોવાઈ ગયો કૉલેજનું એ છેલ્લું વર્ષ હતું બધા પોત પોતાના ઘરે પરત ફરવાના હતા એકબીજાને ગળે મળીને એકબીજાની સાથે સતત સંપર્કમાં રહીશું એવો વાયદો કરીને છૂટા પડી રહ્યા હતા બસ એકસાથે આખાય ગૃપનો છેલ્લો ફોટો હતો આ... અને સપના, સપનાની ઉપર તેની નજર ચોંટી ગઈ